એક ક્લિકથી હેન્ડલ થશે તમામ વેબ એકાઉન્ટ, નહીં થઈ શકે હેક

– વનઆઇડી એ એવું લોગઇન બનાવ્યું, જેમાં યુઝર નેમ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે નાંખવાની કોઇ જરૂર નથી – બસ એક ક્લિક કરીને તમે તમારા તમામ એકાઉન્ટ હેન્ડલ કરી શકો
– તેની ખૂબી એ પણ છે કે તેને હૈક કરવાનું પણ એકદમ મુશ્કેલ છે

વનઆઇડી એ એવું લોગઇન બનાવ્યું છે, જેમાં યુઝરને યુઝર નેમ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે નાંખવાની કોઇ જરૂર નથી. બસ એક ક્લિક કરીને તમે તમારા તમામ એકાઉન્ટ હેન્ડલ કરી શકો છો. તેની ખૂબી એ પણ છે કે તેને હૈક કરવાનું પણ એકદમ મુશ્કેલ છે, કારણ કે વનઆઇડીમાં ડેટા સ્ટોરેજની કોઇ સેંટ્રલાઇઝ્ડ વ્યવસ્થા નથી.

30 વર્ષના અનુભવથી લૈસ સિલિકોન વૈલીનો વેપાર સ્ટીવ કિર્શે આ ઇન્વેન્શન કર્યું છે. તેને આશા છે કે આ વેબની દુનિયામાં નવી ક્રાંતિ લાવી દેશે. આ વનઆઇડી દ્વારા પોતાના 352 યુઝર નેમ અને પાસવર્ડ વાળા અલગ-અલગ એકાઉન્ટ્સ હેન્ડ કરવા માંગી રહ્યા છે.

યુઝર નેમ અને પાસવર્ડ મોડલ ઘણા અસુવિધાજનક છે. તમામ એકાઉન્ટના યુઝર નેમ-પાસવર્ડ યાદ રાખવા ટેઢી ખીર છે. જો તમે તમારા તમામ એકાઉન્ટ્સ યુઝર નેમ-પાસવર્ડ એક જ રાખો તો સુરક્ષીમાં સેંધનું જોખમ કેટલાંય ગણું વધી જાય છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કિર્શ એ મલ્ટી-ડિવાઇસ વેરિફિકેશન સિસ્ટમ વિકસિત કરી છે, જેમાં પાસવર્ડની કોઇ જરૂર નથી.

 

————————————————————————————————-

SOURCE : http://www.divyabhaskar.co.in

ORIGINAL LINK :

http://www.divyabhaskar.co.in/article/GAD-username—password-without-a-single-click-will-handle-all-the-web-account-3003052.html