એન્ડ્રોઇડ ફોનને રૂટ કરવો છે, ધ્યાન રાખો આ 10 વાતોને

એન્ડ્રોઇડ ફોનને રૂટ કરવો છે, ધ્યાન રાખો આ 10 વાતોને

ગેજેટ ડેસ્ક: ઘણીવાર તમે અનેક લોકોને વાત કરતાં સાંભળ્યા હશે કે તેઓએ ફોન સ્લો થઇ જવાના કારણે તેને રૂટ કરી દીધોછે. ફોનને રૂટ કરવાનો અર્થ એ છે કે તમે તમારા સોફ્ટવેરમાં જઇને જેવો ઇચ્છો છો તેવો બનાવી શકો છો. આ થોડું ટેકનિકલ છે પણ તેના અનેક ફાયદા છે તો તેમાં નુકસાન પણ છે. હાલમાં ખૂબ ઓછા લોકો છે જે પોતાના સ્માર્ટફોનને રૂટ કરે છે. ફોનને રૂટ કર્યા બાદ તમે તેના સીપીયુ, રેમ, એસડી કાર્ડ ઓપ્શનની સિવાય અનેક અન્ય ફીચર પર કંટ્રોલ કરી શકો છે. જો તમે ફોનને રૂટ કરવા ઇચ્છો છો તો તેના માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

– ફોનને રૂટ કર્યા બાદ જો તમે ફોનના ફીચરને અપગ્રેડ કરવા ઇચ્છતા નથી તો તમારો ફોન કોઇ કામનો નથી. કારણકે એકવાર નવા ઓપ્શનને હટાવ્યા બાદ તેને ફરીથી ઇનેબલ કરી શકાતા નથી.
– ફોનને રૂટ કર્યા બાદ તમારા એન્ડ્રોઇડ ફોનનું લેટેસ્ટ વર્ઝન મળી રહે છે અને જો એન્ડ્રોઇડ દે પણ ઓફિશિયલ અપડેટ આપસે તેને ફોનમાં કરી શકાતા નથી.
– જો તમે ફોનને એકવાર રૂટ કરી દો છો તો તમારા ફોનની વોરંટી જતી રહે છે. ભલે તમે ફોનને એક દિવસ પહેલાં જ રૂટ કેમ ન કર્યો હોય.
– ફોનને રૂટ કર્યા બાદ તેમાં બગ આવવાની સંભાવનાઓ વધી જાય છે અને સાથે તમારા ફોનને કોઇ સરળતાથી હૈક પણ કરી શકે છે.
– રૂટ કર્યા બાદ કોઇપણ ડિવાઇસની કામગીરી પર અસર તતી જોવા મળે છે. ફોન થોડા દિવસો સુધી તો સારો ચાલે છે, સારી રીતે કામ પણ કરે છે પરંતુ સમયની સાથે સ્લો થઇ જાય છે.
– તમારા ફોન સ્પાઇવેર અને એડવેરની ઝપેટમાં આવી જાય છે અને સાથે ફોનમાં સેવ ડેટાને માટે પણ મુશ્કેલી આવી શકે છે.
– ફોનને રૂટ કર્યા બાદ તમારા એન્ડ્રોઇડ દ્વારા નક્કી કરાયેલી લિસ્ટમાંથી બહાર થઇ જાવ છો. તેનો લાભ તમે લઇ શકતા નથી.
– ફોનને રૂટ કરીને અનેક સોફ્ટવેર ઓનલાઇન મેળવી શકાય છે. તેમાંના કેટલાક સોફ્ટવેર તેને બનાવવાના ફાયદો આપવા માટે અપડેટ આપી રહ્યા છે.
– ફોનને રૂટ કર્યા બાદ ફોનની ઓરિજિનલ ભાષામાં પણ બદલાવ લાવી શકાય છે.
– ઓનલાઇન રૂટિંગ સોફ્ટવેર ડાઉનલોડ કરતા પહેલા તેની નીચે આપવામાં આવેલી નોટિસને વાંચવી જરૂરી બને છે. તેમાં લખેલું હોય છે કે ડિવાઇસને રૂટ કર્યા બાદ ફોનનું જે પણ કંઇ નુકસાન થશે તે યુઝર્સની જવાબદારીમાં આવશે.
—————————————————————————————————————————————-
Credit & With Thanks : http://www.divyabhaskar.com
Advertisements

ખરાબ કે વાઇરસવાળા ફોનથી આ રીતે લઇ શકાશે ડેટાબેકઅપ

ખરાબ કે વાઇરસવાળા ફોનથી આ રીતે લઇ શકાશે ડેટાબેકઅપ
    ગેજેટ ડેસ્ક: કમ્પ્યુટર અથવા લેપટોપમાં અનેક વાર વાઇરસ આવી જવાના કારણે તમારો અનેક ડેટા નષ્ટ થઇ જાય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે તેને સરળતાથી પાછો મેળવી શકો છો. જો વાત મોબાઇલ ફોનની હોય તો જરા વિચારવાની વાત છે. એવામાં અહીં આપને કેટલીક ખાસ ટ્રિક્સને બતાવવામાં આવી રહી છે જેને અપનાવીને તમે ખરાબ કે વાઇરસની લપેટમાં આવેલા ફોનમાંથી તમારો ડેટા પાછો લઇ શકો છો.
એન્ડ્રોઇડ સ્માર્ટફોનને માટે
– જો એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં રહેલા ડેટાનું બેકઅપ લેવાને માટે તમારે પહેલાં સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યારબાદ એન્ડ્રોઇડ 2.1થી લઇને 4.0 સુધીના ઓએસના ગેજેટ્સ યુઝ કરી રહ્યા છો તો પ્રાઇવસી સેટિંગ્સમાં જઇને બેકઅપ માય ડેટા ઓપ્શન પર ક્લિક કરો.
– અહીં જો બેકઅપ માય ડેટા ઓપ્શન ન મળે તો સમજો કે ફોન એન્ડ્રોઇડ 4.0 કે તેની ઉપરના વર્ઝન પર કામ કરે છે. એવામાં તેના ડેટા બેકઅપને લઇને સીધું  બેકઅપ એન્ડ રીકવરી ઓપ્શન સેટિંગ્સમાં જાઓ, અહીંથી ડેટા પાછો મળી શકે છે.
– ત્યારબાદ જે જીમેલ આઈડીમાં પોતાના ડેટાને સુરક્ષિત રાખવા ઇચ્છો છો તેને સાઇન ઇન કરો. તેના માટે બેકઅપ એકાઉન્ટમાં જઇને ક્લિક કરો, સાઇન ઇન કર્યા બાદ ઓટોમેટિક રીસ્ટોર ઓપ્શન પર ક્લિક કરો.
એસએમએસ બેકઅપને માટે આ છે ઉપાય-
– એસએમએસમાં અનેક લોકો બેન્ક એકાઉન્ટથી લઇને અનેક ખાનગી સૂચનાઓ રાખે છે એવામાં ફોન ખરાબ થાય ત્યારે તેના બેકઅપને લેવો જરૂરી બને છે. આ માટે તમે એસએમએસ બેકઅપ+એપનો ઉપયોગ કરી શકો છો. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપની મદદથી તમે ફોનમાં પણ સેવ કરેલા મેસેજને જીમેલ એકાઉન્ટમાં લઇ જઇ શકો છો.
એપલ આઇફોન્સને માટે
એપલ આઇઓએસ પર કામ કરનારા આઇફોન અથવા આઇપેડ પર ડેટા બેકઅપ આ રીતે લઇ શકાય છે. ધ્યાન રાખો કે તેના માટે ઇન્ટરનેટ કનેક્શન હોવું આવશ્યક છે.
– તેના માટે પહેલાં તમારે આઇક્લાઉડ એપનો ઉપયોગ કરવાનો રહેશે, તે તમેને આઇફોન/આઇપેડની સેટિંગ્સમાં મળી શકે. આ પછી પહેલાં આઇફોનના
આઇક્લાઉડ એપ પર ક્લિક કરો. આ પછી અહીં દેખાતા બેકઅપ ઓપ્શનને સિલેક્ટ કરો.
– આઇક્લાઉડ એપમાં આપવામાં આવેલા બેકઅપ સ્વિચને ઓન કરો.
– આઇફોન/આઇપેડની સ્ક્રીન સોથી નીતે દેખાતા સ્ટોરેજ અને બેકઅપ ઓપ્શન પર ક્લિક કરો, ત્યારબાદ તમને મેનેજ સ્ટોર દેખાશે જ્યાં ફોનનું નામ પણ દેખાશે.
– આ પછી જે ચીજોનું બેકઅપ લેવું છે તેની પર ક્લિક કરો અને બસ થઇ ગયું તમારું કામ
વિન્ડોઝ ફોનનું બેકઅપ
વિન્ડોઝ ફોનના ઓએસના બેકઅપને માટે અનેક એપ્સ સરળતાથી મળી રહે છે. આ એપ મેન્યુઅલ બેકઅપ લેવા ઇચ્છો છો તો આ એપ સેટિંગ્સની સાથે બેકઅપ સાથે લઇ શકશે.
– ફોનના એપ લિસ્ટમાં સેટિંગ્સ બેકઅપ પર જાઓ.
– તેના બાદ એપ્સની સેટિંગ્સ પર ક્લિક કરો.
– ત્યારબાદ સેટિંગ્સનું બેકઅપ ઓન કરો અને ફરી એપ્સનું બેકઅપ ઓન કરો. થઇ જશે તમારો ડેટા કોપી.
——————————————————————————————————————————————————

યુઝર્સ બી અવેર! ફેસબુકમાં ફેલાયો એન્ડ્રોઇડ ટ્રોઝન ટારગેટિંગ વાયરસ

યુઝર્સ બી અવેર! ફેસબુકમાં ફેલાયો એન્ડ્રોઇડ ટ્રોઝન ટારગેટિંગ વાયરસ

હમણાં થોડા સમયથી ફેસબુક ઘણું ચર્ચામાં રહ્યું છે. તેમાં ક્યાંક તો વાયરસ આવી જાય છે કે ક્યાં તો તે હેક થઇ જાય છે. હવે ફરી એકવાર ફેસબુક યુઝર્સે ચેતી જવાનો સમય આવી ગયો છે. સાઇબર ક્રિમિનલ્સના નિશાનામાં ફેસબુકનો સમાવેશ થઇ ચૂક્યો છે. સાઇબર ક્રિમિનલ્સ એલું એન્ડ્રોઇડ ટ્રોઝન ટારગેટિંગ એપ લઇને આવ્યું છે કે જેના કારણે ઇ- બેંકિંગની સાથે ફ્રોડ કરી શકાય છે. તેની મદદથી ફેસબુકમાં બે ફેક્ટર ઓથેન્ટિફિકેશન પ્રોટેક્શનથી બચી શકાય છે.

ફેસબુક યુઝર્સને નિશાન બનાવનારા કર્દાસ નામના કમ્પ્યૂટર બેકિંગ ટ્રેઝન એપની ઓળખાણ એન્ટિવાયરસ ફર્મ ઇએસઇટીના રિસર્ચરે બનાવી છે. કહેવામાં આવે છે તે પ્રમાણે જેમાં આ વાયરસ હશે તે ક્મ્પ્યૂટરના બ્રાઉઝરમાં ફેસબુક ઓપન કરતાં જ એક નુકસાનકારી કોડ ઇન્સર્ટ થઇ જાય છે. તેની મદદથી મેસેજ આપવામાં આવે છે અને યુઝર્સને એન્ડ્રોઇડ મેલવેયર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે છે. તેની મદદથી તે એસએમએસની મદદથી ફોન પર મોકલાયેલા કોડની પણ ચોરી કરી શકે છે. 
 
વેબ બ્રાઉઝરની મદદથી થતા આ પ્રકારના હુમલાઓને વેબઇંજેક્ટ્સ કહેવામાં આવે છે. તેનો ખાસ ઉપયોગ તો કમ્પ્યૂટર ટ્રોઝન્સને માટે કરવામાં આવે છે. આ એપ્સ મોબાઇલ ટ્રાન્ઝેક્શન ઓથરાઇઝેશન નંબર્સ તથા આઇબેન્કિંગના આવતા -જતા મેસેજને વાંચવા માટે કરી શકાય છે. તેની મદદથી ઇનકમિંગ ફોન્સને પણ નક્કી કરાયેલા નંબર પર ડાયવર્ટ પણ કરી શકાય છે. ફોનના માઇક્રોફોનનો ઉપયોગ કરીને તે જગ્યાની અવાજ પણ રેકોર્ડ કરી શકાય છે અને ફોન બુકની મદદથી કોલ હિસ્ટ્રી પણ ચોરી શકાય છે.

Homestyler – ઘરસજાવટની ફોન એપ્લીકેશન

https://lh4.ggpht.com/FYSzLZH-vHVtRgWogF0zO3_GJP8xwYNm0Y_7f7zvuK1Au8zc4CLFCA1YPa2hUZQ8kjU=h900

દરેક વ્યક્તિને પોતાનું ઘર પ્રિય હોય છે. પોતાના ઘરને સુંદર અને સુશોભિત રાખવાનું પણ તેમને ગમતું હોય છે. હવે બજારમાં એવી એપ્લિકેશન આવી છે, જે ઘરને સુશોભિત રાખવા મદદ કરે છે. Homestyler Interior Design Application for Iphone and Android એ હોમસ્ટાઇલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન છેં Autodesk  કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન આઇફોન, આઇપેડ અને એન્ડ્રોઇડ અને એન્ડ્રોઇડ ટેબને સપોર્ટ કરે છે. આ એપ કોઈ પણ એન્ડ્રોઇડ સિસ્ટમ ૩.૦થી ઉપરની એન્ડ્રોઇડ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ્લિકેશનનું આ ૧.૩.૧.૪.૧૦૮મું વર્ઝન છે. આ એપને ૧૫૨૩૬થી વધારે લોકોએ પસંદ કરી છે. ૪.૧ સ્ટાર રેટિંગ સાથેની આ એપ્લિકેશન એન્ડ્રોઇડ સિસ્ટમના ફોન પર ૨૬ એમબી સ્પેસ રોકે છે.

કેવી રીતે કામ કરશે ?
સૌ પ્રથમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ પોતાના ઈ-મેઇલ એકાઉન્ટ દ્વારા રજિસ્ટર થવું જરૃરી છે. ત્યારબાદ નવી સ્નેપ ઇન લઈને એટલે કે રૃમનો નવો ફોટો ઉમેરીને કે આપેલા તૈયાર ત્રિપરિમાણવાળા ખાલી રૃમના ફોટોમાંથી ચોક્કસ ફોટો લઈ શકાય. તેમાં રૃમની ઊંચાઈ અને લંબાઈ પ્રમાણેના સેટિંગ ઓપ્શનમા જઈને ઊંચાઈ, લંબાઈને લગતી જરૃરી માહિતી ઉમેરવી પડે છે. ત્યારબાદ કેટલોગ ઓપ્શનનો ઉપયોગ કરીને ૩ડી મોડેલરૃમમાં વધુ ડેકોરેશન ર્ફિનચર, સાધનો, ડેકોરેશનનો સામાન વગેરે ઉમેરી શકાય છે. તેનો ફોટો કે ડિઝાઇનને ફેસબુક કે ટ્વિટર પર મૂકી શકાય તેમજ ઈ-મેઇલમાં શેર કરીને ડિઝાઇનની પ્રિન્ટ પણ કાઢી શકાય છે.

ઉપયોગિતા-ફાયદાઓ
હોમસ્ટાઇલર ઇન્ટીરિયર ડિઝાઇનર એપ્લિકેશન કેટલોગ ઓપ્શનમાં વિવિધ ઘર ડેકોરેશનની વસ્તુઓનું લિસ્ટ આપેલું હોય છે. તેમાંથી જરૃર મુજબની ઘરસજાવટની વસ્તુઓ કે એન્ટિક્સને વર્ચ્યુઅલ ઘરમાં ગોઠવીને જોઈ શકાય છે. અલગ અલગ પ્રકારની થ્રીડી કે ૨ડી ઘરના રૃમ જેવી ગોઠવણ કરીને દીવાલ પરના રંગો ઉપરાંત જુદા જુદા રંગોના શેડ ગોઠવી શકાય છે. ૩ડી ડિઝાઇનમાં દીવાલ ઉપર જરૃર મુજબની કલર પેટર્ન પણ મૂકી શકાય છે. ઘરમાં પાથરવા માટેના ગાલીચાથી લઈને અન્ય બધી વસ્તુઓ કોઈ ઓનલાઇન શોપિંગ કરીને લાવ્યા હોય તે રીતે ફોનની સ્ક્રીન પર જ વર્ચ્યુઅલ ઘરમાં ગોઠવીને જોઈ શકાય છે. એક નિપુણતા ભરેલા ઇજનેરની જેમ ફોનમાં નવી ડિઝાઇન અને ઘર માટેની પ્રોપર્ટી લઈને વિવિધ કલાત્મક ઘર ડેકોરેશન કરી શકાય છે. આ એપ્લિકેશનમાં ર્ફિનચર કે ગાલીચા સુધી ૩ડી વ્યૂ દેખાતો હોવાથી ડેકોરેશન કે ગોઠવણનો ચોક્કસ અંદાજ આવી જાય છે, એટલે સુધી કે ભોંયતળિયા માટેના પણ ડેકોરેશન ઓપ્શન હોય છે. આ કલાત્મક ડેકોરેશનને ફેસબુક કે ટ્વિટર પર શેર કરીને મૂકી શકાય. મેઇલ કરીને અથવા પ્રિન્ટ દ્વારા અન્ય એક્સપર્ટની સલાહ લઈ શકાય. સારી રીતે ઉપયોગ માટે આઇપેડ કે એન્ડ્રોઇડ ટેબ વાપરી શકાય છે. અગત્યની બાબત કે જેટલા રૃપિયા ખર્ચીને વધારે ઓપ્શન ધરાવતં મોડલ ન બને, તેનાથી પણ સહેલી રીતે આ એપમાં મોડલ બનાવી શકાય છે. અલબત્ત, આ એપના ઉપયોગ માટે જીપીઆરએસ ઓન હોવું જરૃરી છે.

 

Thanks to : smithsolace@hotmail.com

જોઇ લો ફોટા….ગુજરાત સરકારે રજુ કરેલી નવી ટેમો વાન નાં, જે છે અતિ આધુનિક ઉપકરણોથી સજજ…

આજનો યુગ 21મી સદીનો યુગ છે. આધુનિક ટેકનોલોજીનો યુગ છે.દરેક ક્ષેત્રે સરકાર આધુનિકતાને અપનાવી આગળ વધી રહી છે. આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થઈ રહયો છે. ત્યારે પોલિસ પણ આવી ટેકનોલોજીનો ઉપયોગ વધારી રહી છે. ગુજરાતમાં પ્રથમ આધુનિક સાધનો અને ઉપકરણોથી સજજ મોબાઈલ વાન ડેમો તૈયાર કરવામા આવી છે. જે દ્રારકા મુકવામા આવી છે.

 
 
 
 
ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્રારકામાં આધુનિક ઉપકરણો સાથે સજજ મોબાઈલ વાન મુકવામાં આવ્યુ છે. જે ટેમો વાન તરીકે તૈયાર કરવામાં આવેલ છે. મોબાઈલ વાનમાં સીસીટીવી કેમેરા, ડીઝાસ્ટર, અને ફાયર સહીતના જરૂરી સાધનો મુકવામા આવ્યા છે. જે જાહેર સ્થળો ખુબજ ઉપયોગી બનશે.

વધુમાં જેમા 800મીટરનુ ઝુમ છે. 12 મીટર સુધી ઉચાઉ સુધી જઈ શકે. તેવા કેમેરા મુકવામા આવ્યા છે. આ ઉપરાંત તેમાં વાયરલેસ કેમેરા ફાયર માટેની ટેન્ક છે. ઝાડ કાપવાની કટર જેવા સાધનો મુકવામા આવ્યા છે.

હવે જીમેઇલમાં પણ એલાર્મ જેવો સ્નુઝ ઓપ્શન

– જીમેઇલે તેની મોબાઇલ એપ્લીકેશન માટે લોન્ચ કર્યું એક નવું ફીચર

– અન્ય ‘પીન ટુ ટોપ’ ફીચરમાં તમારા અગત્યના મેઈલ્સને સૌથી ઉપર રાખી શકશો

   તાજેતરમાં જીમેઇલે તેની મોબાઇલ એપ્લીકેશન માટે લોન્ચ કરેલા એક ફીચર અંતર્ગત હવે યુઝર્સ તેના અમુક ચોક્કસ પરિસ્થિતિને અનુરૂપ મેઈલ્સને સ્નુઝ કરી શકશે. એલાર્મમાં જેવી રીતે સ્નુઝનો ઓપ્શન છે એવી જ રીતે હવે જીમેઇલમાં પણ સ્નુઝ ઓપ્શન યુઝ કરી શકાશે. આ ફીચરને વધુ સારી રીતે સમજવા એક ઉદાહરણ જોઈએ.

દા.ત. તમને ઈન્ટરનેટ સેવા પૂરી પડતી કંપનીએ તમને આજે બીલ મોકલ્યું છે પરંતુ તમારી પાસે હાલમાં રૂપિયા નથી અને તમારી સેલેરી 10 એપ્રિલના રોજ થવાની છે તો તમે એ બીલ વાળા ઈ-મેઈલને 10 એપ્રિલ માટે સ્નુઝ કરી શકશો અને સ્નુઝ કરેલી તારીખે એ ઈ-મેઈલ ફરી તમારા ઈનબોક્સમાં આવશે.

આ ઉપરાંત જીમેઇલ દ્વારા ‘પીન ટુ ટોપ’ નામનું અન્ય એક ફીચર પણ એડ કરાયું છે જેમાં તમારા અગત્યના મેઈલ્સને સૌથી ઉપર રાખી શકશો જેથી ‘પીન ટુ ટોપ’ કરેલા મહત્વના મેઈલ્સ હંમેશા તમારી નજર સમક્ષ રહેશે.જો કે આ બંને ફીચર્સ હાલમાં ફક્ત ટેસ્ટીંગ માટે એડ કરાયા છે અને જો સફળ જશે તો પરમેનન્ટ એડ થશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જીમેઇલમાં ‘સ્ટાર’ નામનું ફીચર પહેલેથી જ છે જેમાં યુઝર્સ તેના અગત્યના મેઈલ્સને માર્ક કરી શકે છે જેથી બધા મેઈલ્સને લીસ્ટમાં એકી સાથે જોતી વખતે સ્ટાર કરેલા મેઈલ્સ તરફ તરત જ ધ્યાન જઈ શકે. જીમેઇલ દ્વારા નવું શરુ કરાયેલું સ્નુઝ ફીચર એ જીમેઇલના ‘સ્ટાર’ ફીચરનું રીપ્લેસમેન્ટ હશે.

 

9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર

9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર

‘કુછ તેરે મૌસમ હી મુજે કમ રાસ આએ..ઔર કુછ મેરી મિટ્ટીમેં બગાવત ભી બહોત હૈ..’

 આ શેર અંગદ દરયાનીના દિલની વાત કહેવા માટે પૂરતો છે. નવમાં ધોરણમાંથી તેણે શાળા છોડી દીધી અને તેનુ કારણ હતુ કે સ્કુલમાં તો એ જ શીખવાડવામાં આવે છે, જે પુસ્તકોમાં છે. તેથી કંઇક નવુ કરવુ જોઇએ, આ વાતાવરણ માટે હું આવ્યો હોઉ તેવુ લાગતુ નથી. તેના મમ્મી પપ્પાને પણ આશ્વર્ય થયુ કે ક્લાસમાં ટોપ 3 માં આવતો તેમનો દીકરો સ્કુલ શા માટે છોડી દે ? પણ તેણે આ નિર્ણયને ટૂંક સમયમાં સાચો ઠેરવી દીધો જ્યારે તેણે લોકો સામે પોતાની આવડત એક શોધના રૂપે દેખાડી. 13 વર્ષની ઉંમરે તેણે સસ્તુ 3ડી પ્રિન્ટર બનાવીને દેખાડી દીધુ હતુ. આ હકીકત આજુબાજુ ના દરેક વ્યક્તિને ચોંકાવી દેવા મજબૂર કરી દે તેવી હતી. પણ તેના માતા પિતાને હવે ગર્વ છે, અને અંગદ પણ તેના પરિવારજનો ની આશાઓ સાકાર કરતો જાય છે. આમ તો 3ડી પ્રિન્ટર અગાઉ બની ચૂક્યા છે, પણ અંગદે તૈયાર કરેલા 3ડી પ્રિન્ટરમાં એક ખાસિયત છે.

9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર

મુંબઇમાં રહેતા અંગદે નિર્માણ કરેલા 3 ડી પ્રિન્ટરની ખાસિયત છે કે એ ખૂબ સસ્તુ છે. તેના નિર્માણ પાછળ માત્ર 40 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. અંગદનો ઉદ્દેશ્ય એકદમ સટીક હતો, કે આ પ્રિન્ટર મધ્યમ વર્ગના લોકો સુધી પણ પહોંચે. તે સિવાય અંગદે ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે અત્યારે કોઇ પણ બેઝિક 3ડી પ્રિન્ટર લેવા માટે 1 લાખ સુધીનો ખર્ચો થાય છે. પણ તેનાથી અડધા ખર્ચામાં તે નિર્માણ કરી શકે છે. તેના 3ડી પ્રિન્ટરનુ નામ ‘રેપ રેપ શાર્ક બોટ’ છે જેને તે વધુમાં વધુ 20000 ની કિંમતમાં માર્કેટમાં વેચાણમાં મુકવા માગે છે. અંગદના દાવા પ્રમાણે આ પ્રિન્ટર ધાતુ સિવાય કોઇ પણ ચીજની 3ડી પ્રિન્ટ કાઢી બતાવે છે.અંગદના જણાવ્યા પ્રમાણે ભારતમાં દરેક ચીજો 3ડી પ્રિન્ટર બનાવવા માટે મળી રહે છે. વાત અહીંયાજ નથી અટકતી,અંગદના નામે વધુ એક સિધ્ધી છે જે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ખુબ અગત્યની સાબિત થઇ શકે છે.

અંગદે વર્ચ્યુઅલ બ્રેઇલરનુ નિર્માણ કર્યુ છે. આ એક ઇ-રીડર છે જેની મદદથી પ્રજ્ઞાચક્ષુ લોકો કોઇ પણ માહિતી વાંચી શકે છે. તેની કાર્યપધ્ધતિ વિશે અંગદે જણાવ્યુ છે. જે મુજબ વર્ચ્યુઅલ બ્રેઇલર રોમન ઇંગ્લિશ સ્ક્રીપ્ટને બ્રેઇલમાં રૂપાંતરિત કરી નાખે છે. અને આપણે જાણીએછે તેમ બ્રેઇલ લિપી ટપકાના સ્વરૂપે ઉપસેલી હોય છે, તેથી આ રીડરમાં પણ તે પડની ઉપર ઉપસી આવે છે. આ રીતે તેને વાંચી શકાય છે. વર્ચ્યુઅલ બ્રેઇલના નિર્માણમાં અંગદની સાથે તેના સાથીઓ વિજય વરાડા, રાઘવેન્દ્ર અને અંકિત પ્રજાપતિએ પણ મદદ કરી છે. અગાઉ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ઉપયોગી થઇ શકે તેવી ટેક્નોલોજી સંદર્ભ માં હૈદરાબાદમાં યોજાયેલા એક સેમિનારમાં હાજરી આપ્યા બાદ અંગદને વર્ચ્યુઅલ બ્રેઇલ બનાવવાનો વિચાર આવ્યો હતો.

9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર

અંગદે ઘણા મેટ્રોનિક્સ પ્રોજેક્ટ્સ પર કાર્ય કર્યુ છે. વર્ચ્યુઅલ બ્રેઇલર ની સાથે સોલાર પાવર થી ચાલતી વોટર બોટ અને ઓટોમેટેડ ગાર્ડનીંગ સિસ્ટમ વિકસિત કરી છે, જેનુ નામ છે , ગાર્ડીનો. ઇનોવેટર્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં તે રોબોટિક્સ અને ઓટોમેશન પર રિસર્ચ કરે છે. મુંબઇમાં માર્કર્સ અસાયલમનો તે કો ફાઉન્ડર છે. હંમેશા રિસર્ચ અને ઉપયોગી થાય તેવી ટેક્નોલોજીના વિષયો પર તે રચ્યો પચ્યો રહે છે. તેણે ઉપયોગી થાય તેવી અલગ અલગ કીટના નિર્માણ માટે એક કીટ કંપનીની સ્થાપના પણ કરી છે. શાર્ક પ્રત્યે અનહદ પ્રેમ હોવાથી કંપનીનુ નામ પણ શાર્ક કીટ્સ રાખ્યુ છે. ઉદ્દેશ્ય સાફ છે કે દરેક બાળકને ક્વોલીટી ઉત્પાદ સસ્તી કિંમતે મળે, કારણ કે હર કોઇ ઉંચી કિંમત આપી શકતો નથી. અત્યારે અંગદ કામકાજની સાથે ઘરે પોતાની સ્ટાઇલમાં અભ્યાસ કરી રહ્યો છે

Source : http://www.divyabhaskar.co.in/article/GAD-15-year-old-inventor-of-braille-e-reader-to-launch-indias-cheapest-3d-printer-4515004-PHO.html?seq=4